Home> Gujarat
Advertisement
Prev
Next

દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા, મોટા પાયે દારૂનો નાશ કરાયો, 4 લોકો સામે ફરિયાદ

અમદાવાદના છારાનગર અને રાજ્યના અરવલ્લીમાં દારૂના અડ્ડા અને દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી મોટા પાયે દારૂનો નાશ કરાયો અને ચાર લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. 

દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા, મોટા પાયે દારૂનો નાશ કરાયો, 4 લોકો સામે ફરિયાદ

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગા ડ્રાઈવ કરી રહી છે. તમામ જિલ્લાઓમાં પોલીસ આ કાર્યવાહી કરી રહી છે.. દારૂબંધીના ચુસ્તપણે અમલ માટે આ કાર્યવાહી થઈ રહી છે જે અંતર્ગત આજે અમદાવાદના છારાનગર અને રાજ્યના અરવલ્લીમાં દારૂના અડ્ડા અને દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડી મોટા પાયે દારૂનો નાશ કરાયો અને ચાર લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. 

મળતી માહિતી મુજબ શનિવારે ડીજીપીના આદેશ બાદ શનિવારે ડીજીપીના આદેશ બાદ દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડાની કામગીરી શરૂ થઈ. અમદાવાદના છારાનગરમાં ડીસીપી, એસીપી સહિત 200 પોલીસકર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. અમદાવાદના છારાનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી. પોલીસની આ મેગા ડ્રાઈવમાં 200 પોલીસકર્મી, 18 PSI, 4 PI, એક DCP અને એક ACP જોડાયા. કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો નાશ કરવામાં આવ્યો. 

આ બાજુ રાજ્યના અરવલ્લીમાં પણ દારૂબંધીને લઈને પોલીસ ડ્રાઈવ યોજાઈ. એલસીબી પોલીસે ચાર સ્થળો પર દરોડા પાડ્યાં. દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી 500 લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો. ચાર લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ RSSના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી કે આવતીકાલથી એક સપ્તાહ સુધી એટલે કે 2જી જૂનથી 10મી જૂન સુધી રાજ્યમાં દારૂ અને જુગારના અડ્ડાઓ સામે મેગા ડ્રાઈવ હાથ ધરાશે. રાજ્યના પોલીસવડાને પણ સૂચના આપવામાં આવી છે કે ગુજરાતમાં જે પ્રકારે દારૂ મળી રહ્યો છે તેની સામે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે. રાજ્યમાં દારૂબંધીનો કડક પણે અમલ થાય તે માટે આ ડ્રાઈવ યોજાઈ રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે કટિબદ્ધ છે. આ કામગીરી રાજ્યના તમામ જિલ્લાઓમાં હાથ ધરાશે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More